મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના મિંયાણી ગામે પીવાના પાણીની તફ્લીક દૂર કરવા કલેકટરને રાવ


SHARE









હળવદ તાલુકાના મિંયાણી ગામે પીવાના પાણીની તફ્લીક દૂર કરવા કલેકટરને રાવ

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મિંયાણી ગામને પીવાનું પાણી મળતું નથી તેને લઇને જીલ્લા કલેકટકને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા લેખીત રજૂઆત કરવામાં આવેલ છે

હજુ તો ઉનાળો બરોબર જામ્યો નથી ત્યાં જ મોરબી જિલ્લામાં પાણી માટે પોકાર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકરના રણ પાસે આવેલ મિંયાણી ગામમાં પાણી માટે છેલ્લા ઘણા સમયથી પળોજણ ઉભી થતી હોય લોકો દ્વારા રજુઆત કરવામાં આવતા લોકો વતી અહિંના ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે, આ મિંયાણી ગામ હળવદ તાલુકાના ટીકરના રણની નજીક આવેલું છેવાડાનું ગામ છે.સરકારની જે યોજના દ્વારા પાણીની લાઈનો નાંખેલ છે તેમાંથી હાલમાં પાણી મળતું નથી.ગામના લોકો જ્યાં ત્યાંથી પાણી ભરીને ન પીવા લાયક પાણી પીવા મજબુર બન્યા છે અને જો આવુ જ ચાલતું રહેશે તો ગામ લોકો પાણીજન્ય રોગોનો ભોગ પણ બને તો નવાઇ નહિ.તેથી લોકહિતમાં તેઓએ માંગણી કરેલ છે કે તાત્કાલિક ધોરણે જીવન જરૂરીયાતસમુ પાણી મિંયાણી ગામના લોકોને મળતું થાય તેવી વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.જો આવું કરવામાં નહિ આવે ના છુટકે તે ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.ઉપરોકત બાબતે ત્રણ દિવસમાં યોગ્ય કરવા લગત ડીપાર્ટમેન્ટને હુકમો કરવામાં આવે તેવી લેખીત રજુઆત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કરેલ છે.

બિન રાજકીય મિટિંગ નું આયોજન

સમગ્ર ગુજરાત માં ખેડૂતો માટે લડત લડતા મોટા ભાગના સંગઠનો દ્વારા સંયુક્ત રીતે ખેડૂતો ના હિત માટે લડવાનું નક્કી કરેલ હોય અને તેની આ લડત માં મોરબી માળીયા ના 52 ગામો ને સિંચાઈ ના પાણી કેનાલ દ્વારા આપવાની માગણી ને સ્થાનિક અગત્યની માગણી તરીકે ગણી ને સામેલ કરેલ છે. તેમજ બીજા અગત્ય ના પ્રાણ પ્રશ્નો બાબતે વિચાર વિમર્શ કરવા માટે એક બિન રાજકીય મિટિંગ નું આયોજન નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમયે રાખેલ છે. આ મિટિંગ માં જુદા જુદા સંગઠન ના ખેડૂત આગેવાન  હાજર રહી ને ખેડૂતો સાથે વિચાર વિમર્સ કરી ને આગળ ની રણ નીતિ નક્કી કરવામાં આવશે આ મિટિંગમા  મુખ્ય મુખ્ય આગેવાનો  હાજર રહેશે 

 

તા.22/03/2022 ને મંગળવારે

સ્થળઃ- સપતેશ્વર હનુમાન સરવડ

સમય :- બપોરે 3.00 કલાકે 

લી.

સમગ્ર ખેડૂત સમાજ વતી કાંતિલાલ ડી. બાવરવા




Latest News