મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ  પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ  પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

 રકતદાન દ્વારા જરૂરીયાતમંદોને નવું જીવન આપે છે.તેવી ઉમદા ભાવનાથી આ રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આશરે ૮૦ જેટલાં ભાઈ-બહેનોએ પોતાના રકતનું દાન કરીને સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યુ હતુ. આ રકતદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ મોરબી અને સંસ્કાર બ્લડ બેન્કની ટીમના વોલિયન્ટરો દ્વારા લોહી એકત્રિત કરવામાં આવ્યું હતુ. અને આ કેમ્પ સામાકાંઠે આવેલી યુનિક સ્કૂલે યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં જે લોકોએ રકતદાન કર્યુ તે તમામ રક્ત દાતાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ સમાજના સેવા કાર્યમાં હરહંમેશ જેઓ ખુબ જ મોટું આર્થિક યોગદાન આપે છે તેવા જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા તરફથી મોમેન્ટો આપીને રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વૈષ્નાણી કાંતિલાલએ ૧૦૧ મી વખત રકતદાન કર્યુ હતુ અને તેઓએ જણાવ્યું હતુ કે, પોતાનું જીવન પૂરું થાય ત્યારે અંગદાનનો પણ સંકલ્પ કર્યો છે સાથે પરિવારની સંમતિ સાથેનું સ્વેછીક સંમતિપત્રક ભરી દીધુ હતુ. તેમજ મનુભાઈ જાકાસણીયાએ ૬૦ મી વખત રકતદાન કર્યુ હતુ આ બંને વ્યક્તિનું સંસ્થા દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતુ. આ રકતદાન કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અમરસીભાઈ અમૃતિયા, ઉમા ટાઉનશીપના પ્રમુખ પ્રકાશ ફુલતરિયા અને ગોપાલભાઈ સરડવાએ હાજરી આપીને સેવાકાર્યને બીરદાવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયા, રમેશભાઇ રૂપાલા, કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડિયા, પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ જાકાસણીયા, દીપકભાઈ દેત્રોજા, મણીલાલ કાવર, મહાદેવભાઈ ચિખલીયા તથા ઉમા ટાઉનશિપ પરિવારના રતિલાલ ભાલોડિયા અને તેમની સમગ્ર ટીમે સાથે મળીને જહેમત ઉઠાવી હતી 




Latest News