મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર પાસે બે બાઇક અથડાતાં બાળક સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો


SHARE









મોરબીના ધરમપુર પાસે બે બાઇક અથડાતાં બાળક સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો

મોરબીમાં ધરમપુર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા બાઇકને સામેથી આવી રહેલા બીજા બાઈકના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાળક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી માટે તે ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં ગ્રીનલેંડ ચોકડી પાસે લાલપરી શેરી નંબર-૩ માં ચામુંડા ડેરી બાજુમાં રહેતા મગનભાઈ વીરજીભાઇ સોલંકી (૪૩) એ હાલમાં બાઇક નંબર જીજે ૩ ડીઇ ૪૧૨૮ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ધરમપુર ગામના પાટિયા પાસેથી તેઓ દિલીપભાઈ સોલંકીના બાઈકમાં બેસીની પોતાના દીકરા ક્રિષ્ના (૧૦) ને સાથે લઈને જુના સાદુળકા ગામથી રાજકોટ તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે તેઓના બાઇક નંબર જીજે ૩ એફપી ૨૯૧૨ ને આરોપી બાઇક ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી મગનભાઈ તેમજ તેના દીકરા ક્રિષ્ના અને દિલીપભાઈને ઇજાઓ થઇ હતી જેમાં ક્રિષ્ના અને દિલીપભાઈને માથામાં ગંભીર ઇજાઓ થયેલ છે જેથી કરીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ મગનભાઈ સોલંકીએ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News