મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા


SHARE









મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ નજીક છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં ચોટીલાના રહેવાસી પરિવારના પાંચ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે ગઈકાલે છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી કરીને તેમાં બેઠેલા ચોટીલાના રહેવાસી પપ્પુભાઇ શાંતિભાઈ સલાટ, અમરશી જીવાભાઈ સલાટ, સુમિત્રા જગાભાઈ સલાટ, વિક્રમ પુનાભાઈ સલાટ અને આશા જગાભાઈ સલાટ (ઉમર ૨) નામના બાળકી સહીતના પાંચ લોકોને ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રંગપર (બેલા) ગામના રહેવાસી બળદેવસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉમર ૨૪) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખોખરા હનુમાન રોડ ઉપર સબ સ્ટેશન નજીક બે બાઇક અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બળદેવસિંહ ઝાલાને સારવારમાં ખસેડાયેલ છે.જ્યારે મોરબીના નવાગામ (લખધીરનગર) રહેતા મીનાબેન દિનેશભાઇ સોલંકી નામની ૨૯ વર્ષીય મહિલા ભૂલથી ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરીએ આગળની તપાસ હાથ ધરી છે.

સામસામી મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ નજીકના મફતપરા વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાજ પિયુષભાઇ કુંવરિયા (૧૯) અને હિતેશ જેઠાભાઇ ટીડાણીયા (૪૩) નામના બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી.તે રીતે જ સામેના પક્ષના મહંમદફરીદ હાસમભાઇ જેડા જાતે મિંયાણા (૨૫) રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ નામના ત્રણ યુવાનોને ઇજાઓ થતા ત્રણેયને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 




Latest News