મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક માટીના ઢગલા ઉપાડવા બાબતે વૃદ્ધ અને તેના બે દીકરાને માર મારનાર ચાર શખ્સોની ધરપકડ


SHARE









મોરબી નજીક માટીના ઢગલા ઉપાડવા બાબતે વૃદ્ધ અને તેના બે દીકરાને માર મારનાર ચાર શખ્સોની ધરપકડ

મોરબીના લાલપર પાસેથી માટીના ઢગલા ઉપાડવા બાબતે માથાકૂટ થયેલ હતી જેથી લાલપર સંતક્રુપા હોટલ પાસે વૃદ્ધને તેના દીકરા માથાકૂટ કરનારા શખ્સોને સમજાવવા માટે ગયા હતા ત્યારે સામે વાળા ચાર શખ્સોએ ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે વૃદ્ધ અને તેના દીકરાને માર માર્યો હતો જેની વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે

લાલપર ગામે રામરાજ ગૌશાળાના ગેટ પાસે કુંજ ગલીની સામે રહેતા અને સીકયુરેટીમાં નોકરી કરતાં નારણભા જીવાભા નાંદણ જાતે ગઢવી (ઉ.૫૭)એ ભરતભાઇ રબારી રહે. ઘુટુ, ભરતભાઇ સાથે આવેલ એક અજાણ્યો માણસ, સુરેશભાઇ રબારી અને લીબાભાઇ રબારી રહે. બન્ને લાલપર વાળાની સામે અગાઉ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેના દિકરા રામને આરોપીઓ પ્લેટીનીયમ સીરામીક પાછળ આવેલ માટીના ઢગલા ભરવા બાબતે માથાકૂટ થયેલ હતી જેનું સમાધાન કરવા લાલપર સંતક્રુપા હોટલ ખાતે બોલાવ્યા હતા અને ત્યારે આરોપી ભરતભાઇ રબારી અને તેની સાથે આવેલ એક અજાણ્યા માણસે થપડો મારી હતી અને ફરિયાદી તેમજ તેના દીકરાને ગાળો આપી હતી જેથી ગાળો બોલવાની ના કહેતા ભરતભાઈ રબારીએ લોખંડનો પાઇપ ફરીયાદીને જમણી આખના નેણના ઉપર ઝીકયો હતો અને તેની સાથે આવેલા શખ્સે તેને બન્ને હાથમા ધોકા માર્યા હતા અને મારેલ અને સુરેશભાઇ રબારી અને લીબાભાઇ રબારીએ ફરીયાદીના દિકરા રામ તથા ભરતને મુઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ભરતભાઇ પરબતભાઇ હણ જાતે રબારી (૩૫) રહે. ઘુટુ, રતિલાલ હીરાલાલ હણ (૪૦) રહે. ઘુટુ, સુરેશભાઇ ભૂંભારિયા જાતે રબારી (૩૫) રબારી અને લીબાભાઇ વાલાભાઈ ભૂંભારિયા જાતે રબારી (૪૭) રહે. બન્ને લાલપર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 




Latest News