મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

હળવદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને નારી સંમેલનનું આયોજન


SHARE







હળવદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને નારી સંમેલનનું આયોજન

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે હળવદમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, સરોજબેન ડાંગરોચા, હંસાબેન પારઘી, બકુબેન પઢીયાર સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ સંમેલનની અંદર નારી અદાલતમાં થતી કામગીરીની વિશેષ માહિતી તેમજ સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અમલમાં મુકવામાં આવેલ જુદી જુદી યોજનાઓ અને સરકારી કાયદાઓ વિશેની માહિતી કાર્યક્રમની અંદર હાજર રહેલા મહિલાઓને આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News