મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ અને નવોદય-તક્ષશિલા  વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો


SHARE







મોરબીમાં લાયન્સ કલબ અને નવોદય-તક્ષશિલા  વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

નવોદય વિદ્યાલય તથા તક્ષશિલા  વિદ્યાલય દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે.વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નવોદય વિદ્યાલય તથા તક્ષશિલા વિદ્યાલય ખાતે ટીચરો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ ક્લબના પ્રમુખ લા.ત્રિભોવનભાઈ ફુલતરીયા, રિજીયન ચેરપર્સન લા.રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.નાનજીભાઈ મોરડિયા, લાયન્સ ક્વેસ્ટ પ્રોજેકટ ચેરમેન લા. દીપકભાઈ દેત્રોજા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા, જિલ્લા આરએસએસ કાર્યવાહ હરેશભાઈ બોપલિયા,.નિયામક શ્રી શિશુ મંદિર શાળા સુનિલભાઈ પરમાર તેમજ નવોદય વિદ્યાલયના પ્રમુખ બિપિનભાઈ કાંજીયા, ટ્રસ્ટી પરસોતભાઈ કૈલા તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ વાસુદેવભાઈ જેઠલોજા, આચાર્ય રમેશભાઈ કૈલા, ટ્રસ્ટી ભરતભાઇ ચાપાણી તેમજ સર્વે લાયન સભ્ય મિત્રો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં અવી હતી.ટ્રેનિંગમા જોડાયેલા ૩૦ જેટલા શિક્ષકોને  પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. 






Latest News