મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી ખાતે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત આઈ.ટી.આઈ. ના કોર્ષમાં પ્રવેશ શરૂ


SHARE













મોરબી ખાતે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત આઈ.ટી.આઈ. ના કોર્ષમાં પ્રવેશ શરૂ

ભારત સરકારના Skill Hub Initiative (SHI) નામના પ્રોજેકટ અંતર્ગત MSDE/NSDC ના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે  National Skill Qualification Framework (NSQF) કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટુંકા ગાળાના વ્યવસાય શરુ કરવામાં આવશે

મોરબી આઈ.ટી.આઈ. ખાતે શરુ કરવાના થતા વ્યવસાય ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ૫ પાસ, વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કોમ્પ્યુટર) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ૧૦ પાસ અને વ્યવસાયનો સમય ગાળો ૪૦૦ કલાક છે. આ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવેલ છે.

વ્યવસાયોમાં તાલીમ  મેળવવા માટે સરકાર દ્વારા ટ્યુશન ફી નિશુલ્ક  નિયત કરવામાં આવેલ છે. જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયોમાં તાલીમ લેવા ખાસ અનુરોધ કરવામા આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (વ્યવસાયની પ્રવેશ શૈક્ષણીક લાયકાત અનુસાર), જાતીનુ પ્રમાણપત્ર,BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો), આધારકાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો  રૂબરૂ સંપર્ક કરવો તેમજ ૯૩૨૫૯૫૪૦૨૨, ૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા આચાર્ય, ઔધોગીક તાલીમ સંસ્થા, મોરબીજણાવેલ છે






Latest News