માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.એ ૩૦૦ વખત કરેલ રજુઆતોને ગુજરાત ગેસ કંપની ધ્યાને જ લેતી નથી !: હવે આંદોલનના એંધાણ


SHARE

















મોરબી સિરામિક એસો.એ ૩૦૦ વખત કરેલ રજુઆતોને ગુજરાત ગેસ કંપની ધ્યાને જ લેતી નથી !: હવે આંદોલનના એંધાણ

મોરબીના લાલપર ગામ પાસે ગુજરાત ગેસ કંપનીની ઓફિસ આવેલ છે ત્યાં જઇની ગેસની  સપ્લાઈમાં કંપની દ્વારા મૂકવામાં આવેલ ૨૦ ટકા કાપના મુદે સિરામિક ઉદ્યોગકારોએ હોબાળો કર્યો હતો અને આગમી એપ્રિલ મહિનાથી જો એક જ ભાવે પૂરતા પ્રમાણમા ગેસની સપ્લાઈ નહીં કરવામાં આવે મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી મોરબી સિરામિક એસો. દ્વારા ઉચ્ચારવામાં આવી છે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં નેચરલ ગેસના ઉપયોગથી ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા વધારો રાતો રાત કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમા ગેસ આપવામાં આવતો નથી જેથી કરીને ઉદ્યોગકારોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને આજે મોરબી સિરમાઈક  એસો.ની ઓફિસેથી ૫૦૦ કરતાં વધુ સિરામિક ઉદ્યોગકારો દ્વારા રેલી કાઢીને લાલપર પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ત્યાં અધિકારીને આવેદનપત્ર પાઠવીને પૂરતા પ્રમાણમા ગેસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ ઓગણજા સહિતના આગેવાનો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ગેસ માટે કરાર કરેલ છે તો પણ ૨૦ ટકા કાપ ગુજરાત ગેસ દ્વારા મૂકવામાં આવેલ છે તેના લીધે ઘણી મુશ્કેલીનો સામનો ઉદ્યોગકારો કરી રહ્યા છે અને ત્યારે એપ્રિલ એક જ ભાવથી પૂરતા પ્રમાણમાં ગેસ આપવામાં આવે તેવી માંગ મોરબી સિરમાઈક એસો.ની આગેવાનીમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 300 વખત ગેસના ભાવ વધારા સહિતના કોઈપણ નિર્ણયની અગાઉ જાણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જો કે, તે રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઘણા કારખાના બંધ થશે તે નિશ્ચિત છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે આંદોલન કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી હોવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News