મોરબી જિલ્લાના યુવાનો સ્ટોન આર્ટીઝન ઇન્સ્ટીટ્યુટ ધ્રાંગધ્રામાં જોડાઈ શકશે
વાંકાનેર શહેર અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીક જયંતિભાઈ મદ્રેસાણીયાની વરણી
SHARE









વાંકાનેર શહેર અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીક જયંતિભાઈ મદ્રેસાણીયાની વરણી
(શાહરૂખ ચૌહાણ દ્વારા) અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.) ના ગુજરાત પ્રદેશ એકમના સંગઠનમાં સમાવેશ કરીને જયંતિભાઈ ભવાનભાઈ મદ્રેસાણીયાની વાંકાનેર શહેરના પ્રમુખ તરીક વરણી કરવામાં આવી છે
મોરબી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ જયંતિભાઈ બાવળીયાએ વાંકાનેરમાં રહેતા જયંતિભાઈ ભવાનભાઈ મદ્રેસાણીયાની સમાજ પ્રત્યેની લાગણી, ભાવના અને સમાજનું સંગઠન કરવાની લાગણીને ધ્યાનમાં લઈને તેને આ જવાબદારી સોપી છે અને આગામી સમયમાં સંસ્થાના બંધારણ મુજબ અન્ય આદેશના થાય ત્યાં સુધી તેની નિમણુંક આપવામાં આવેલ છે અને તાલુકા તેમજ જિલ્લા કક્ષાનું કોળી સમાજનું સંગઠ્ઠન મજબૂત બને, તાકાતવાન બને અને સૌ કોળી સમાજ એકસૂત્રતાથી બંધાઈ અધિકારો માટે જાગૃત બને તે માટે તેઓ દ્વારા કામ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યુ છે
