મોરબીમાં ધૂળેટીની ઉજવણી સમયે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ગુમ થયેલ સગીરાનો હજુ કોઈ પત્તો નહી ?
વાંકાનેરમાં ગાળો આપનારા શખ્સને સમજાવવા માટે ગયેલા લોકો ઉપર નવ શખ્સોએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો
SHARE









વાંકાનેરમાં ગાળો આપનારા શખ્સને સમજાવવા માટે ગયેલા લોકો ઉપર નવ શખ્સોએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે મુસ્લિમ યુવાનને ભરવાડ શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને તે બાબતે સમજાવવા માટે ગયેલા વ્યક્તિઓને નવ જેટલા શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નવ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ ની અંદર રહેતા જાકીરહુસૈન મોહસીનભાઈ બ્લોચ (૪૫) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીજલભાઈ ગાંડુભાઈ ડાભી, જયદીપ ગાંડુભાઈ ડાભી, ગાંડુભાઈ રાવજીભાઇ ડાભી, મનદીપ ગાંડુભાઈ ડાભી, ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, કાળુ પૂરી વાળો, કાળુભાઈનો ભાઈ સોનુ સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે શબ્બીર કાસમભાઇ બ્લોચને ભરવાડના એક શખ્સ દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ત્યાં સમજાવવા માટે ગફારભાઈ હાસમભાઇ કાબરા (૪૩) સહિતના ગયા હતા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે તેઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા ગફારભાઈ હાસમભાઇ કાબરાને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવની અંદર જાકીરહુસેન મોહસીનભાઈની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ નં. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૪૦૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
