વાંકાનેરમાં ગાળો આપનારા શખ્સને સમજાવવા માટે ગયેલા લોકો ઉપર નવ શખ્સોએ કર્યો પાઇપ-ધોકા વડે હુમલો
મોરબીમાં દીપિકા જોશીના નામની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને ગાળો ભાંડનારા સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં દીપિકા જોશીના નામની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને ગાળો ભાંડનારા સામે ગુનો નોંધાયો
સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને ઘણા લોકોને યેનકેન પ્રકારે શીશામાં ઉતારવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં ફેક આઈડી બનાવીને યુવાનને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને યુવાને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્સ્ટાગ્રામની ફેક આઇડી બનાવનાર અને તેની સાથે સંડોવાયેલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ સોની બજારમાં વેરાઈ શેરી ખાતે રહેતા કેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા જાતે સોની (ઉંમર ૨૮)એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્ટાગ્રામમાં દીપિકા જોશી નામની ફેક આઈડી બનાવનાર તથા તેની સાથે સંકળાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૨૨/૨/૨૨ ના રોજ તેના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર ઇન્સ્ટાગ્રામમાં દીપિકા જોશીના નામની ફેક આઈડી બનાવનારા શખ્સે ઇન્સ્ટાગ્રામના મેસેન્જર ઉપરથી ગાળો મોકલાવી હતી જેથી હાલમાં ભોગ બનેલા કેતનભાઈ પાટડીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્સ્ટાગ્રામમાં દીપિકા જોશીના નામની ફેક આઈડી બનાવનારની સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે
