મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા છરીનો ઘા ઝીકયો: સામસામી ફરિયાદ


SHARE







મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા છરીનો ઘા ઝીકયો: સામસામી ફરિયાદ

મોરબીના ૨૫ વારિયામાં રહેતા યુવાને ઉછીના રૂપિયા આપ્યા હતા જે રૂપિયા પરત માંગતા રૂપિયા લેનારે તેની સાથે ઝપાઝપી કરી ગાળો આપી અને તેની પાસે રહેલ છરી યુવાનના નાક ઉપર મારી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી આગળના ભાગમાં આવેલ ૨૫ વારિયામાં રહેતા પ્યારૂ ડાડુંભાઈ પરમાર જાતે સલાડ (ઉંમર ૩૫)એ હાલમાં ૨૫ વારિયામાં રહેતા સલીમભાઈ સુમરાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે સનાળા ગામ પાસે આવેલ સંગમ વોટર પાર્ક પાસે તે ઊભા હતા ત્યારે તેણે સલીમભાઈને અગાઉ હાથ ઉછીના પૈસા આપેલા હતા જે પૈસાની માગણી કરતા તે બાબતે સલિમભાઈને સારું નહીં લાગતા તેણે ગાળો આપી હતી હતી અને ત્યાર બાદ આરોપી સલીમભાઈએ તેની પાસે રહેલ છરીનો એક ઘા ફરિયાદીને નાકમાં જમણીબાજુ ઉપર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ પ્યારૂ પરમારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી સલીમભાઈ ઉર્ફે ડેની હાજીભાઇ સુમરા (૩૫) એ પ્યારૂ સલાટની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તેઓ સંગમ વોટર પાર્ક પાસે ઊભા હતા ત્યાં આરોપીએ ત્યાં આવીને તેને ગાળો આપી હતી અને ગાળો દેવાની ના કહેતા તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે તેને માથામાં કપાળના ભાગે એક ઘા માર્યો હતો જેથી સલીમભાઈને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા અને તેમણે હાલમાં પ્યારૂ સલાટ સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે મારા મારીના બનાવમાં સામસામી ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરે છે






Latest News