માળીયા (મી)ની શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલના રૂમમાંથી ૬૭ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીમાં દાદા દાદીએ કામ ધંધો કરવાનું કહેતા બેકાર યુવાનને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









મોરબીમાં દાદા દાદીએ કામ ધંધો કરવાનું કહેતા બેકાર યુવાનને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના વીસીપરા વિસ્તારમાં શક્તિ મેડિકલ સ્ટોરની પાછળના ભાગમાં રહેતો યુવાન બેકાર હોય તેના દાદા દાદીએ કામ ધંધો કરવા માટે કહ્યું હતું જેથી કરીને લાગી આવતા તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ શક્તિ મેડિકલ સ્ટોરની પાછળના ભાગમાં રહેતા ગોપાલ માનસિંગ ઓગણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૦) નામના યુવાને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આપઘાત કરી લેનાર યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ વી.ડી. મેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના માતા પિતા આદિપુરમાં રહે છે અને તે યુવાન તેના દાદા અને દાદી સાથે રહેતો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી તેને દાદા દાદીએ કામ ધંધો કરવા માટે કહ્યું હતું જે લાગી આવતા યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાની સામે આવ્યું છે
આધેડનું મોત
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા અમૃતલાલ ભગવાનજીભાઈ વિડજા જાતે પટેલ (ઉંમર ૫૨) ને છાતીમાં દુખાવો ઉપડતા તેને જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની માળિયા મિયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
