મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાની ઓરડીમાં ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત
SHARE









મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાની ઓરડીમાં ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર રહેતા યુવાને રફાળેશ્વર નજીક આવેલા કારખાનાના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં યુવાનનું મોત નિપજયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે
વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર રહેતા દામજીભાઈ બાબુભાઈ ઉઘરેજા જાતે કોળી નામના ૩૨ વર્ષીય યુવાને રફાળેશ્વર ગામ નજીક આવેલા કારખાનાના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં રાજકોટ સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દામજીભાઈ ઉઘરેજા નામના કોળી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઈઓ પૈકી નાનો હતો અને અપરિણીત હતો
આધેડ સારવારમાં
જામનગર ખાતે રહેતા ધરમશીભાઈ અમરસીભાઇ ભાઈ કટેશીયા નામના ૬૧ વર્ષીય આધેડે જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી બાઇક લઇને જતા હતા અને તેઓ સ્વામિનારાયણ મંદિરે જઈ રહ્યા હતા તે દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં ઇજાઓ થતા ધરમશીભાઈ કટેસીયાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાધરવા ગામે ભારતનગર વિસ્તારમાં રહેતા રાજીબેન જેસંગભાઈ ધ્રાંગા નામના મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા રાજીબેન ધ્રાંગાને સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શકત શનાળા ગામે રહેતા પ્રફુલાબા મહેન્દ્રસિંહ ગોહિલ નામના ૫૪ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા તે દરમિયાન ભક્તિનગર સર્કલ પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા પ્રફુલાબાને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે ટંકારાના રહેવાથી ભગવતીબેન રમેશભાઈ વાણંદ નામના ૩૫ વર્ષીય મહિલાને તેમના ઘેર પતિએ માર મારતા ભગવતીબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.પોલીસે બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.
