મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાની ઓરડીમાં ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો
SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચના અનુસાર ઓલ ઈન્ડિયા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજયસિંઘ યાદવ ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જીલ્લાના હોદ્દેદારોની સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથોસાથ રાંધણ ગેસમાં ૫૦ રૂપિયાનો કમર તોડ વધારો કરવામાં આવતા આમ જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જીલ્લા મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ કુંભારવાડિયા, જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ ભરવાડ, જિલ્લા મંત્રી હિતેશભાઈ કુંભરવાડીયા, જીલ્લા મહામંત્રી મુકેશભાઈ વિગોરા, મંત્રી રહીમભાઈ બુખારી, જીલ્લા મહામંત્રી ગીરીશભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી હરજીવનભાઈ પરમાર, શહેર મંત્રી મનસુખ ડાભી, શહેર પ્રમુખ મકવાણા ગણેશભાઇ, હળવદના મહામંત્રી ભરતભાઇ કણજારીયા, જિલ્લા કોંગ્રેસ જનરલ મહામંત્રી રમેશભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતાં
