મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન


SHARE







મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં સંતાનમાં માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે તેના માટે

આજ ના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી ભણાવો જે સરકારનો કાર્યક્રમ છેતેમાં જેઓએ ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છેતેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાયઅન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લેતંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાયસમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બનેદિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવેદિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે

આ કાર્યક્રમમાં ભાગ લેવા દરેકે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. જેના માટેના ફોર્મની PDF આપવામાં આવશે જે ફોર્મ ભરીને સેતુબંધ ફાઉન્ડેશનની ઓફીસ અપૂર્વ કન્સલ્ટન્ટ, ૧૦, રાજધાની કોમ્પ્લેક્ષ, હોટેલ મનાલી વાળી શેરી, સરસ્વતી શિશુ મંદિરની બાજુમાં, નવા બસસ્ટેન્ડની  સામે, શનાળા રોડ મોરબી ખાતે આપવાનું છે અને આ ફોર્મ ૩૧/૩ સુધીમાં ભરીને આપવાના છે વધુ વિગત માટે કોન્ટેક્ટ નંબર ૯૮૨૫૧ ૩૯૯૯૨ અથવા ૮૪૬૦૯ ૧૧૭૭૯ ઉપર સંપર્ક કરવો તેમ સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ યાદીમાં જણાવેલ છે.






Latest News