મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે


SHARE













મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની સહાય ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર ખારેક ફળપાકનુ ટીસ્યુકલ્ચર રોપા દ્વારા નવુ વાવેતર પોતાની માલીકીની જમીનમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કરેલ હોય તેને માટે નોર્મસ પ્રમાણે પ્લાટીંગ મટીરિયલમા નાનામોટા અને અન્ય ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા મહતમ રૂ.૧,૨૫૦/- પ્રતિ રોપા (પ્લાટીંગ મટીરિયલ) તેમજ મહતમ રૂપિયા ૧,૫૬,૨૫૦/- પ્રતિ હેકટરની મર્યાદામા મહતમ ૧.૦૦ હે. સુધી સહાય આપવામાં આવશે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-૩૪ ઉપર અરજી કરી શકાશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨૮-અઆધારકાર્ડ નકલબેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદનલાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

ટુ-ફોર વ્હીલરના નંબર માટે

મોરબીના ટુ વ્હીલર માટે GJ 36 AE અને ફોર વ્હિલ માટે GJ 36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા. ૧/૪/૨૦૨૨ થી શરૂ થયેલ છે. અને તા ૧ થી ૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. અને તા ૪ થી ૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. અને તા. ૬ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. તેમજ મોટર વાહન ના ઈ-ફોર્મ ઓક્શન ના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  






Latest News