મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં એલસીબીની રેડને પગલે સ્થાનિક પોલીસ પણ જાગી, દેશી દારૂની ભઠ્ઠી પકડી


SHARE













મોરબીમાં એલસીબીની રેડને પગલે સ્થાનિક પોલીસ પણ જાગી, દેશી દારૂની ભઠ્ઠી પકડી

મોરબીના સામાકાંઠા ઘુંટુ રોડ ઉપર ત્રાજપર ખારી વિસ્તારમાં ત્રણ જુદીજુદી દુકાનોમાંથી એલસીબી પોલીસે દેશીદારૂ બનાવા વપરાતા અખાદ્ય ગોળના અધધધ ૧૨૭૦ ડબ્બા બાતમીને આધારે ઝડપી પાડયા હતા અને ભારે મોટી માત્રામાં દેશીદારૂ બનાવવા માટે વપરાતો ગોળનો જથ્થો પકડી પાડયો હતો જેને પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હરકતમાં આવ્યો હતો અને (બાતમીને આધારે..!) મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા મંગલમ વિસ્તારમાં રહેતા સુરેશ રમેશ ધોળકિયા જાતે કોળી નામના ૨૦ વર્ષના બુટલેગર ઇસમને ત્યાં રેડ કરી હતી જ્યાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી અને ત્યાંથી ૨૦ લીટર ગરમ આથો, ૫૦ લીટર ઠંડો આથો, ૨૫ લીટર તૈયાર દેશી દારૂ તેમજ સ્થળ ઉપરથી દારૂ બનાવવાના સાધનો, ગેસનો બાટલો તથા ચૂલો એમ દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના સાધનો મળીને હાલ ૧૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો અને ઉપરોક્ત દારૂના ગુનામાં ઘરધણી સુરેશ રમેશ ધોળકિયા કોળી ઉપરાંત ભાવનાબેન ઉર્ફે ભાવલી રાજેશ સાંતોલા કોળી (ઉમર ૩૭) રહે.ત્રાજપર ખારી મોરબી-૨ ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.અત્રે નોંધનીય છે કે મોરબીના ત્રાજપર, ખારી વિસ્તાર, ભીમસર, સોઓરડી, માળીયા વનાળીયા સોસાયટી, લાતીપ્લોટ, જોન્સનગર, કાલીકા પ્લોટ અને અન્ય વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ નિયમિતપણે ધમધમતી હોય છે ત્યારે સમયાંતરે 'ઉપર' કામગીરી બતાવવા આવી કાર્યવાહી કરવામાં આવે છે.તે નરી વાસ્તવીકતા છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના ડુંગરપુર ગામનો વતની કાળુભાઈ હરખજીભાઈ સુરાણી નામનો ૧૮ વર્ષીય યુવાન બાઇક લઇને મોડી રાતે ટિફિન લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન માળીયા હાઈવે ઉપરના વાધરવા ગામના પાટિયા પાસે તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રસ્ત કાળુભાઈ સુરાણીને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠા વિદ્યુતનગર સોસાયટીમાં રહેતો મનીષ કાંતિભાઈ દોશી નામનો ૪૮ વર્ષીય યુવાન માળીયા ફાટક પાસેથી બાઈકમાં જતો હતો તે દરમિયાન તે નીચે પડી જતાં ઇજાગ્રસ્ત મનીષ દોશીને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા ગામે આવેલ ઓવરબ્રીજની પાસે રહેતી ઉષાબેન ભુપતભાઇ વિકાણી નામની ૩૫ વર્ષીય મહીલાને તેના દિયર ચીનુભાઇએ ધોકા વડે માર મારતા ઉષાબેનને સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા.






Latest News