મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી


SHARE











માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી

મોરબીના ઉદ્યોગકારોની માઠી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, એક પછી એક માઠા સમાચારો સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગેસ અને કોલસાની તો રામાયણ ચાલી જ રહી છે તેવામાં આગામી સમયમાં વીજળી એટ્લે કે ઇલેક્ટ્રીકસિટીની કટોકટી સામે આવી રહી છે જેથી કરીને કારખાનાના કારખાનેદારોને કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે

હાલમાં પી.જી.વી.સી.એલ.નાં અધિક મુખ્ય ઈજનેર વી.એલ.ડોબરીયાએ સોશ્યલ મીડિયામાં મેસેજ મૂકીને મોરબીના ઉદ્યોગકારો સહિતના વીજ કંપનીના ગ્રાહકોને વીજ સપ્લાઈની કટોકટીના એંધાણના સંકેત આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને લીધે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદ અંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજ ખાધ ઉભી થવા પામેલ છે જેને ધ્યાને રાખીને પી.જી.વી.સી.એલ. મોરબીના ગ્રાહકોને વીજ જોડાણમાં જે કરારિત વીજ ભાર છે તેની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા માટે અને બિન જરૂરી વીજ વપરાશ એટલે કે વિજ વેડફાટ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે અને વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. અને જો કોઈ ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News