મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અકસ્માતમાં યુવાનનું મોત નીપજવાના બનાવમાં ગુનો નોંધાયો


SHARE

















મોરબીના મકનસર પાસે અકસ્માતમાં યુવાનનું મોત નીપજવાના બનાવમાં ગુનો નોંધાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે થોડા દિવસો પહેલા રાત્રીના વાહન અકસ્માતનો બનાવબન્યો હતો જેમાં વાંકાનેર તાલુકાના પંચાસર ગામના યુવાનનું મોત નિપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના મકનસર નજીક એકસલ સીરામીક પાસે ગત તા ૧૬/૩ ના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં બાઇક લઇને મોરબી તરફ જઇ રહેલા વાંકાનેર તાલુકાના પંચાસર ગામના વતની એવા એઝાઝ અબ્દુલભાઇ હાલા (૨૩)ને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. આ બનાવ બાદ મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવ્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા અબ્દુલભાઇ હાલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો પંચાસરથી મોરવી તરફ આવી રહ્યો હતો ત્યારે એકસલ સીરામીક પાસે તેનું બાઇક ડિવાઈડર સાથે અથડાતાં તેનું મોઢું લોખંડની ગ્રીલ સાથે ભટકાયું હતું અને તેને ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ શરૂ કરી છે.

દેશીદારૂની ભઠ્ઠી

માળીયા તાલુકાના નવાગામથી મેઘપર જવાના રસ્તા ઉપર મચ્છુ નદીના કાંઠે ગેબનશા પીરની દરગાહની પાછળ ના ભાગમાં આવેલી જાળીમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૫૦ લિટર આથો તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવેલ હતી જેથી પોલીસે ૧૫૪૦  રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અલ્લારખ્ખા અબ્દુલ જેડા જાતે મિયાણા (ઉંમર ૨૨) રહે, હાલ વાવડી રોડ ગોકુલ ફાર્મની પાછળ લાભ સોસાયટી મોરબી મૂળ રહે. નવાગામ વાળાની ધરપકડ કરેલ છે.




Latest News