મોરબીના મકનસર પાસે અકસ્માતમાં યુવાનનું મોત નીપજવાના બનાવમાં ગુનો નોંધાયો
મોરબી પી.જી.પટેલ કોલેજની પાંચ વિધાર્થીનીઓનો M.Com નાં પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સમાવેશ
SHARE









મોરબી પી.જી.પટેલ કોલેજની પાંચ વિધાર્થીનીઓનો M.Com નાં પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સમાવેશ
તાજેતરમાં જ મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીએ બીકોમ સેમ-૩ નાં પરિણામમાં સમગ્ર યુનીવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે બાદ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવેલ એમકોમ સેમ-૧ નાં પરિણામમાં પી.જી.પટેલ કોલેજની ચાર વિદ્યાર્થીનીઓએ સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં યુનિ.ચોથા ક્રમે ભાલોડીયા ખુશી લવજીભાઈ, યુનિ.સાતમાં ક્રમે બારા પાયલ હિતેષભાઈ, યુનિ.નવમા ક્રમે ધોરીયાણી ક્રિષ્ના ચંદુલાલ તેમજ યુનિ.દસમાં ક્રમે વીંછી કિંજલ સંજયભાઈ આવે છે તો એમકોમ સેમ-૩ મા આ કોલેજની વિધાર્થીની થડોદા ભાવિશા હસુભાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમા ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
વધુમાં એમકોમ સેમ-૧ ની અન્ય બે વિધાર્થીનીઓ કોટેચા દ્રષ્ટિ શૈલેશભાઈ તથા ધોરિયાણી ક્રિષ્ના ચંદુલાલએ કોમર્સ વિદ્યાશાખાનાં એકાઉન્ટ જેવા મુખ્ય વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને અતુલ્ય સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરોક્ત તમામ વિદ્યાર્થીનીઓએ સંસ્થા, પરિવાર અને સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એક સાથે પાંચ વિધાર્થીનીઓ સૌરાષ્ટ્ર યુનિ.ના ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરે તે જવલ્લે જ જોવા મળે છે જો સચોટ અને પધ્ધતિસરનું મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવામાં આવે તો આવું ઉંચ્ચ પરિણામ મેળવી શકાય તે મોરબીની પી.જી.પટેલ કોલેજે સાર્થક કરી બતાવ્યું છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
