મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાંથી પકડાયેલ ૩૬૪૮ બોટલ દારૂના ગુનામાં રાજકોટનો બુટલેગર ફિરોઝ સંધી જેલ હવાલે


SHARE

















ટંકારા તાલુકામાંથી પકડાયેલ ૩૬૪૮ બોટલ દારૂના ગુનામાં રાજકોટનો બુટલેગર ફિરોઝ સંધી જેલ હવાલે

મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ પાસે આવેલા નવા ગોડાઉનમાં આરોપીને શોધવા માટે પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી રાજકોટના કુખ્યાત ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ જેની કિંમત ૧૩,૬૮,૦૦૦ અને અન્ય મુદામાલ મળીને ૧૭,૨૪,૦૦૦ ના માલ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ ટંકારા પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી ફિરોઝ સંધીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

રાજકોટ શહેર ડી.સી.બી. શાખાના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમા ગત જાન્યુઆરી માહિનામાં ટંકારા આવ્યા હતા ત્યારે નાસતા ફરતા આરોપીની તપાસમા લજાઈ ચોકડી પાસે જી.આઇ.ડી.સી વિસ્તારમા આવેલ સીલ્વર રીસાયકલ ઇંન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમા નામ વગરના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ગોડાઉનમાથી બોલેરો ગાડી નં જીજે ૩ બી ડબલ્યુ ૧૬૧૯ માંથી વ્હીસ્કી દારૂની ૩૬૪૮ બોટલ મળી હતી જેથી કરીને ૧૩,૬૮,૦૦૦ નો દારૂ તેમજ ૩.૫ લાખની બોલેરો ગાડી, ૩ મોબાઈલ ફોન આમ કુલ મળી ૧૭૨૪૦૦૦/ના મુદામાલને કબ્જે કરીને પોલીસે ત્યારે દિનેશ શાંતિલાલ મીણા જાતે મારવાડી (ઉ.૨૦), શંભુલાલ પદમસિંગ મીણા જાતે મારવાડી (ઉ.૨૦) અને દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયા જાતે રાજપુત (ઉ.૩૨) નામના ત્રણ આરોપીને પકડ્યા હતા અને તેની પાસેથી ધવલ રસીકભાઈ સાવલીયા રહે. સ્વાતીપાર્ક રાજકોટ  તથા ફીરોજ હાસમભાઈ સંધી રહે. જંગ્લેશ્વર રાજકોટ વાળાના નામ સામે આવ્યા હતા જેથી તેને પકડવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ટંકારા પોલીસે આરોપી ફીરોજ હાસમભાઈ સંધી રહે. જંગ્લેશ્વર રાજકોટ વાળાની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે અને તપાસ દરમ્યાન તેની પાસેથી રાજસ્થાનના હરિસિંહનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવું ટંકારાના પીએસઆઈ એસ.એમ.રાણા પાસેથી જાણવા મળ્યું છે




Latest News