મોરબીમાં સસરાના ઘર પાસે રામામંડળ જોવા ગયેલા યુવાનને બાઈકમાં લઈ જઇ ફડાકા ઝીંકયા
મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો સમાપન સમારોહ યોજાયો
SHARE









મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો સમાપન સમારોહ યોજાયો
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે આજે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં ખેલ મહાકુંભમાં ભાગ લેનારા ખેલાડીઓ રાજ્ય અને દેશમાં રમત ગમત ક્ષેત્રે મોરબીનું નામ વધારે તેવી અધિકારીઓ અને આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી
આગામી ઓલમ્પિક ભારતમાં રમાવાનો છે ત્યારે વધુમાં વધુ ખેલાડીઓ તેમાં ભાગ લે તે માટે સરકાર દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે આજે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, નવયુગ શૈક્ષણિક સંકૂલના પ્રમુખ પી.ડી. કાંજીયા, જિલ્લા રમત ગમત અધિકારી સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મમાં રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ હાજર રહેવાના હતા જો કે, ગાંધીનગરમાં કામ હોવાથી તે આવી શક્યા ન હતા પરંતુ તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લેનારા મોરબી જિલ્લાના ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય અને દેશમાં રમત ગમત ક્ષેત્રે મોરબીનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી
