મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા બે ના મોત


SHARE







મોરબી અને વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા બે ના મોત

મોરબી શહેરના નવલખી રોડ ઉપર રણછોડનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના ઘરે શોટ લાગતા તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.જ્યારે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનામાં મજૂરી કામ કરતા મજૂર યુવાનને કારખાનામાં શોટ લાગતા તેનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

ઉપરોકત બનાવોની મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાછળ રણછોડનગર વિસ્તારમાં રહેતા શાયનાબેન ઈસ્માઈલભાઈ ભટ્ટી નામની ૩૦ વર્ષીય મહિલા ઘરે હતી તે દરમિયાન તેણીને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેણીનું નોત નિપજતા મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ રોડ સનસાઇન સીરામીક નજીક રહેતા અને ત્યાં મજૂરીકામ કરતા કુંદનકુમાર રાજકુમાર નામના ૨૩ વર્ષીય મજુર યુવાનની સાથે બન્યો હતો જેમા યુનિટીની અંદર કામ દરમિયાન ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું ગત શનિવારના રોજ મોત નીપજયું હતું બનાવને પગલે તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને પ્રારંભિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં હોય વાંકાનેર પોલીસને બનાવ અંગે જાણ કરી હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રહેવાથી અનસોયાબેન કરશનભાઈ પિત્રોળા નામના ૬૬ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને ટીકર જતા હતા ત્યારે અમરાપર ગામ નજીક તેઓના બાઇકની આડે શ્વાન ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજાગ્રસ્ત અનસોયાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક નર્મદાની કેનાલ પાસે અસ્થિર મગજનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હોય ૧૦૮ વડે તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠા માળીયા ફાટક નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ઝરીનાબેન આમીનભાઈ મોવર જાતે મિંયાણા નામની ૩૦ વર્ષીય મહિલાએ તેના ઘેર કોઈ કારણોસર એસીડ પી લેતા તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને તપાસ હાથ ધરતા મહીલાએ ભૂલથી એસીડ પી લીધુ હોવાનું ખુલ્યું હતું.






Latest News