મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત રાજયમાં સમાધાન મુજબ પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા આરોગ્ય કર્મચારીઓએ આજથી રીપોટીંગ કર્યું બંધ


SHARE













મોરબી જિલ્લા સહિત રાજયમાં સમાધાન મુજબ પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા આરોગ્ય કર્મચારીઓએ આજથી રીપોટીંગ કર્યું બંધ

ગુજરાત રાજયના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે તા. ૨૦-૧૨-૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને અલ્ટીમેટમ આપ્યું હતું અને તા. ૨૧-૧૨-૨૦૧૯ અને તા. ૨૦-૧-૨૦૨૧ના રોજ આંદોલન સમયે થયેલ સમાધાન મુજબ નાણાંકીય અને વહીવટી પ્રશ્નો અંગે ટુંક સમયમાં તબક્કાવાર નિરાકરણ લાવી આપવા સરકાર તરફથી કોઈ હકારત્મક પરિણામ ન આવતા રાજય ભરમા આરોગ્ય કર્મચારીઓમાં આક્રોશ છે અને રોષ ભભુકી ઉઠતા આરોગ્ય કર્મચારી મહાસંઘે ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વી.પી. જાડેજા અને મુખ્ય કન્વીનર સુરેશભાઈ ગામીતની એક અખબારી યાદી મુજબ તા. ૧૦-૦૯-૨૦૦૧ના ત્રણ અધિક નિયામકની કમિટીએ પગાર સુધારણા માટેના અહેવાલ મુજબ અમલ કરી મ.પ.હે.વ , ફિ.હે.વ, ફાર્માસીસ્ટ, LT, સ્ટાફ નર્સ સહિત સાત કેડરોનો ગ્રેડ- પે સુધારો કોરોના કાળ દરમ્યાન જાહર રજા અને રવિવારે બજાવેલ ફરજનો પગાર આપવો, મુખ્ય મંત્રી કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરી કોરોના ભથ્થુ આપવું, તા. ૨૭-૧૨-૨૦૦૦ના આરોગ્ય પરિવાર કલ્યાણના ઠરાવ મુજબ ક્ષેત્રિય ફેરણી ભથ્થુ આપવા સહિતના પ્રશ્નો માટે ગત ત્રણ વર્ષમાં ત્રણ વખત રાજય ભરમાં સફળ આંદોલન બાદ એક પણ પ્રશ્નનો નિકાલ ન આવતા ફરીથી સરકારમાં લેખિત, મૌખિક અને વારંવારની રજુઆતો કરી હતી અને સરકારે નન્નો ભણી દેતા તા. ૨૮-૦૩-૨૦૨૨ ના રોજથી તમામ કેડરના કર્મચારીઓ ફરજ બજાવશે પરંતુ ઓન લાઈન કે ઓફ લાઈન કોઈ પણ પ્રકારના રીપોર્ટ વડી કચેરીએ આપશે નહિ અને તા. ૪-૪-૨૦૨૨ના રોજ સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણાના કાર્યક્રમો કરવા વિધિવત આદેશો જાહેર કરેલ છે આવનાર દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવા ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘની પગલા સમિતિ અન્ય જલદ કાર્યક્રમો ઘડી કાઢશે તેમ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની અખબારી યાદીમાં જણાવેલ છે ત્યારે મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય કર્મચારીઑ દ્વારા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું






Latest News