મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાંથી શ્રમિકની સગીર વયની દીકરીનું અપહરણ


SHARE







મોરબીના સિરામિક કારખાનામાંથી શ્રમિકની સગીર વયની દીકરીનું અપહરણ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રોજગારી મેળવવા માટે થઈને આવેલા યુપીના પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક ઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે થઈને અનેક પરિવારો આવતા હોય છે તેવી જ રીતે યુપીથી એક પરિવાર મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો અને તેની સગીર વયની દીકરીને મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતો અંકિત રાજુ કુશવાહ નામનો શખ્સ અપહરણ કરીને લઈ ગયો છે જેથી હાલમાં સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News