મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીની અવધ સોસાયટીમાં મંદિરના પ્રાંગણમાં રક્ત ચંદન સહિતના વૃક્ષોમાં તોડફોડ


SHARE







મોરબીની અવધ સોસાયટીમાં મંદિરના પ્રાંગણમાં રક્ત ચંદન સહિતના વૃક્ષોમાં તોડફોડ

સામન્ય રીતે કોઈ મંદિર કે મકાન દુકાનમાં ચોરી કે તોડફોડ કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હોય છે જો કેમોરબીની અવધ સોસાયટીમાં આવેલા મંદિરના પ્રાંગણમાંથી અજાણ્યા શખ્સ દ્વારા રક્ત ચંદન સહિતના વૃક્ષોમાં તોડફોડ કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકોએ મોરબી એ ડિવિઝન પોલીસને આ બનવાની જણા કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની અવધ સોસાયટીમાં રામજી મંદિર આવેલ છે જેમાં સ્થાનિક લોકોએ રક્ત ચંદન સહિતના અનેક ઔષધીય વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને તેનું જતન કરીને વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો હતો દરમ્યાન કોઈ અજાણ્યા માણસ દ્વારા રામજી મંદિરમાં પ્રવેશ કરીને વૃક્ષોમાં તોડફોડ કરવામાં આવેલ છે અને ગત તા. ૨૭ માર્ચના રોજ વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં રક્ત ચંદન સહિતના વૃક્ષને તોડતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે જેથી કરીને સોસાયટીના લોકોએ મોરબી એ ડિવિઝન પોલીસમાં તેની લેખિત અરજી ફરિયાદ કરેલ છે અને તેની સામે કડક પગલાં લેવાની માંગ કરેલ છે






Latest News