મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ આંગડિયા લૂંટનો પ્લાન રાજકોટમાં નોનવેજના ધંધાર્થી-ટ્રાન્સપોર્ટના કર્મચારીએ ઘડ્યો હોવાનો ધડાકો


SHARE

















મોરબીમાં થયેલ આંગડિયા લૂંટનો પ્લાન રાજકોટમાં નોનવેજના ધંધાર્થી-ટ્રાન્સપોર્ટના કર્મચારીએ ઘડ્યો હોવાનો ધડાકો

મોરબીના દલવાડી સર્કલ પાસે આંગડિયાના પાંચ પાર્સલ ટ્રાવેલ્સ બસમાં આવ્યા હતા તે 1.19 કરોડ રૂપિયાની રોકડની કારમાં આવેલા શખ્સો લૂંટ કરીને નાશી ગયા હતા જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે એલસીબીની ટીમ સહિતની ટીમો આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી તેવામાં લૂંટારુએ દ્વારા વાંકાનેર તાલુકાની હદમાં રૂપિયાનો ભાગ કરવામાં આવનાર છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી અને લૂંટમાં ગયેલ રકમમાંથી ૭૯ લાખ રોકડ અને કાર સહિત કુલ મળીને ૮૬.૭૭ લાખનો મુદામાલ કબજે કરીને ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને લૂંટના આ બનવાનો પ્લાન રાજકોટમાં ઘડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે

મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીની રાજકોટ શાખામાંથી મોરબી ૧.૨૦ કરોડ ભરેલું પાર્સલ તા ૩૧/૩ ના રોજ સવારે મોરબી મોકલવામાં આવ્યું હતું અને આ પાર્સલ રાજકોટથી ભુજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં રાજકોટથી રવાના કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે સવા સાત વાગ્યાના અરસામાં મોરબીના દલવાડી સર્કલ પાસે સોમનાથ ટ્રાવેલ્સમાથી રોકડ ભરેલું પાર્સલ લઈને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ ગુપ્તી અને ગિલોલથી તેના ઉપર હુમલો કર્યો હતો અને રોકડા રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે તપાસ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં એલસીબીના  રજનીભાઇ કૈલા અને સંજયભાઇ પટેલને બાતમી મળી હતી જેના આધારે પોલીસે હાલમાં મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ જાતે ખાટકી (૨૯) રહે. મોચી શેરી મોચી બજાર રાજકોટ, સવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા જાતે કોળી (૧૯) રહે. નાના માત્રા તાલુકો વિછિયા તેમજ સુરેશ મથુરભાઇ ગરંભડિયા જાતે કોળી (૩૨) રહે. નાના માત્રા તાલુકો વિછિયા વાળાની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી જિલ્લાના એએસપી અતુલકુમાર બંસલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીમાં આવેલ વીપી આંગડીયા પેઢીમાં રાજકોટ થી સોમનાથ ટ્રાવેલ્સમાં આવર નવાર રોકડા રૂપિયા મોકલાવવામાં આવતા હોય છે ત્યારે આંગડીયા પેઢીનું ૧.૨૦ કરોડ રૂપિયા ભરેલ પાર્સલ તા ૩૧ ના રોજ રવાના કરવામાં આવ્યું છે તેની ટીપ હાલમાં પકડાયેલા આરોપી મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણના ભાઈ અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણએ આપી હતી પોલીસને કહેવા મુજબ અબ્દુલકાદર ઉર્ફે જાવિદ છેલ્લા ૧૬ થી ૧૭ વર્ષથી તે સોમનાથ ટ્રાવેલ્સમાં નોકરી કરે છે અને તેની ટીપના આધારે તેના ભાઈ પરવેઝને નોનવેજની રાજકોટમાં મોચી બજાર પાસે દુકાન આવેલ છે તેની બાજુમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતાં પંકજ કેશા ગરંભડિયાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પંકજ હાલમાં પકડાયેલા બે આરોપી સહિત કુલ ચાર શખ્સોને લૂંટને અંજામ આપવા માટે સાથે લઈને આવ્યો હતો અને લૂંટને અંજામ આપવામાં આવ્યા બાદ આરોપીને પકડવા માટે પોલીસની ભિસ વધી રહી હતી જેથી કરીને લૂંટ કરેલ રૂપિયા આરોપીઓએ કયા મૂક્યા ન હતા અને ગાડીમાં જ રાખીને રખડતા હતા તેવામાં વાંકાનેર પાસે રૂપિયાની ભાગ બટાઇ થવાની હતી ત્યાં પોલીસે રેડ કરીને હાલમાં પોલીસે ૭૯,૭૪,૦૦૦ ની રોકડ, ૭ લાખની હુંડાઈ વેન્યુ કાર નંબર જીજે ૩ એલએમ ૮૩૩૯ એમ કુલ મળીને ૮૬,૭૭,૦૦૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાના એએસપી અતુલ બંસલના માર્ગદર્શન હેઠળ એલસીબી, મોરબી એ ડીવીઝન સહિતની ટીમોએ કામ કરીને હાલમાં લૂંટના આ ગુનામાં ત્રણ આરોપીને પકડી લીધેલ છે જેમાં સવસીની ગાડી લઈને લૂંટારુઓ લૂંટ કરવા માટે આવ્યા હતા અને મુખ્ય  સૂત્રધાર પંકજ, સવસી અને સુરેશ અગાઉ બે વખત લૂંટનો પ્રયાસ કરી ચૂક્યા છે જો કે, ત્યારે તે નિષ્ફળ રહ્યા હતા આ ગુનામાં ટીપ આપનાર અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ, ઈમરાન અલ્લરખા ચૌહાણ અને પંકજ કેશા ગરંભડિયાને પકડવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ લુંટનો ભેદ ઉકેલવા માટે રેંજ આઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ તત્કાલિન જીલ્લા પોલીસવડા ઓડેદરા તેમજ એલસીબીઆઇ પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીઆઇ એમ.પી.પંડયા, એ ડિવિજન પીઆઇ જે.એમ.આલ, પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, પી.ડી.પટેલ, વી.જી.જેઠવા તથા મોરબી સિટી એ ડિવિઝન અને તાલુકા પોલીસનો સ્ટાફ એસઓજી પીએસઆઈ પી.જી.પનારા તથા એસ.ઓ.જી.નો સ્ટાફ અને ટંકારના પીએસઆઈ બી.ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે




Latest News