મોરબીના પંચાસર ગામે વાડીએ પડેલા ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાકને સળગાવી નાખનારા બે આરોપીની ધરપકડ
SHARE









મોરબીના પંચાસર ગામે વાડીએ પડેલા ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાકને સળગાવી નાખનારા બે આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના પંચાસર ગામે વાડીમાં ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક મૂકવામાં આવ્યો હતો જેમાં ગામની અંદર રહેતા બે શખસો દ્વારા આગ લગાવી હતી જેથી એરંડાનો પાક બળીને ખાખ થઈ ગયો હતો અને ખેડૂતને ૧૨.૬૦ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આટલું જ નહીં ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી માટે ભોગ બનેલા ખેડૂતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાનાં કુંતસી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પંચાસર ગામે જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં ખેતરમાં ખેતીકામ કરતા હીરાભાઈ ભનાભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ પંચાસર ગામની અંદર રહેતા ભવાનસિંહ અલૂભા ઝાલા અને ભુરુભા સુરુભા ઝાલા રહે. બંને પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે પંચાસર ગામે વિઘોટીથી વાવેલ ૬૦ વીઘા જમીનમાં એરંડાનો પાક તૈયાર થઇ ગયો હતો અને ખેતરમાં ઢગલા કરીને પાકને મૂકવામાં આવ્યો હતો આ ઢગલામાં આરોપીઓએ આગ લગાવી દીધી હતી જેથી ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાક બળીને ખાખ થઇ ગયો હતો જેથી તેને ૧૨.૬૦ લાખ રૂપિયાની નુકશાની થયેલ હતી તેમજ આરોપીઓએ ખેડૂતોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ કરીને ભવાનસિંહ અલૂભા ઝાલા (૫૨) અને ભુરુભા સુરુભા ઝાલા (૫૪) રહે. બંને પંચાસર વાળાની ધરપકડ કરેલ છે
