વાંકાનેરના જુના લુણસરીયા ગામે પતિએ ધૂળ કચરા બાબતે કહેતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું
મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા
SHARE









મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા
મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા મોરબી નગરપાલિકા નંદી ઘર બનાવવામાં આવેલ છે અને મોરબીના પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે ત્યારે રખડતા ઢોર પકડીને રાખવામાં આવે છે જો કે, અપૂરતી સુવિધાને લઇને ગૌવંશના સંખ્યાબંધ મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માજી ધારાસભ્ય દ્વારા કલેક્ટર તેમજ પાલિકાના અધિકારી અને પદાધિકારીને સૂચન કરવામાં આવેલ છે
મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કલેક્ટર, પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે તેના માટે કેટલાક સૂચન કરવામાં આવેલ છે જેમાં નંદીને પીવાના પાણીની સમસ્યા નિવારવા ૮ અવેડા બનાવવામાં આવેલ છે જે વધારવાની જરૂર છે અને તે ૨૪ કલાક ભરેલા રાખવા જોઈએ અને પાણીની તુર્તજ વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે તેમજ હાલમાં મંડપ સર્વિસ દ્વારા ત્યાં અબોલ જીવ માટે છાંયડો કરવામાં આવે, સારી ક્વોલિટીની તાલપત્રીનો છાયડો કરવો જોઈએ, અંદાજે ત્રણ મહિનામાં વર્ષા ઋતુનો પ્રારંભ થશે ત્યારે નંદી માટે ઘાસની વ્યવસ્થા અગાઉથી કરવી જરૂરી છે જેથી ગોડાઉન બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે અને હાલમાં નંદીઓને સારસંભાળ માટે માત્ર છોકરી રાખવામાં આવેલ છે ત્યાં ઓછામાં ઓછા ૧૫ કર્મચારીઓ હોવા જોઈએ તેવું તેમણે જણાવ્યુ છે જો કે, પાલિકા દ્વારા આ સુવિધા કયારે ઊભી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે
