મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા
Morbi Today
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે
SHARE









મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સોમવારે નવરંગ માંડવો યોજાશે
મોરબી પંથકમાં આસ્થા શ્રદ્ધાના પ્રતીક સમા નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે તા ૧૧-૦૪ ને સોમવારના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદને રાત્રે ૯:૩૦ કલાકે માતાજીનો નવરંગ માંડવો યોજાશે. જેમાં શિવરાજ પુરવાળા રાવળદેવ હરદેવભાઈ માતાજીના દુહા, ગરબા, ગાઈ ડાકલાની રમઝટ બોલાવશે તેમજ માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહેશે. તો બહોળી સંખ્યામાં ભક્તોને આ માતાજીના નવરંગ માંડવાના દર્શનનો અને પ્રસાદનો લાભ લેવા ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની યાદીમાં જણાવ્યું છે.
