માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદ નજીક રણમાં ફસાયેલા કંકાવટીના બે યુવાનોને નિમકનગરના લોકોએ આપ્યું નવજીવન


SHARE















હળવદ નજીક રણમાં ફસાયેલા કંકાવટીના બે યુવાનોને નિમકનગરના લોકોએ આપ્યું નવજીવન

કાળજુ કંપાવી નાખે તેવી એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ રણ વિસ્તારમાં બની હતી જેમાં દર્શન કરવા માટે જતાં બે યુવાનનું બાઇક રણમાં બંધ થઈ ગયું હતું જેથી કરીને રણમાં પાણી વગર બે યુવાન હેરાન હતા જેની જાણ નિમકનગર વિસ્તારના યુવાનોને થતાં તે ટ્રેક્ટર લઈને રણમાં ગયા હતા અને રણમાં ફસાયેલા બે યુવાનોને બહાર લાવીને નવજીવન આપ્યું હતું

આ બનાવની મળેલી માહિતી મુજબ કચ્છના નાના રણમાં ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના દલવાડી સમાજના બે યુવાન બાઈક સવાર વિર વસરાજ દાદાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને આગળ જતા રસ્તો બંધ હતો અને બાઇક પણ બંધ થઈ ગયું હતું જેથી કરીને વેરાન રણમાં બંને યુવાન ફસાયા હતા અને તેની પાસે જે પીવાનું પાણી હતું તે પણ ખતમ થઈ ગયું હતી જેથી કરીને સવારના ૧૦ વાગ્યાથી આ યુવાનો પાણી વગરના હેરાન હતા ત્યારે રણમાં બે યુવાન પાણી વગર તરફડીયા મારી રહ્યા છે તેવો મેસેજ નિમકનગર ગામમાં રહેતા અશ્વિનભાઈ કુડેચાને મળ્યો હતો જેથી કરીને તેઓ પોતાનું ટ્રેક્ટર લઇ તેમના મિત્રો સાથે રણમાં ફસાયેલા બે વ્યક્તિને ગોતવા નીકળી પડ્યા હતા અને રાત્રે અંધારામાં મોબાઈલની લાઈટથી કુડા થી ૨૦ કિલોમીટર દૂર રણમાં બે લોકો બેભાન અવસ્થામાં મળ્યા હતા તેને તરત જ પીવાનું પાણી આપી નાસતો કરાવી ટ્રેક્ટરમાં બેસાડીને ઘરે લઈ ગયા હતા અને ઘરેથી એકદમ સ્વસ્થ થઈ ગયા પછી તે યુવાનોએ તેઓને જીવતદાન મળ્યુ હોય તેવી લાગણી વ્યકત કરી હતી

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News