હળવદ નજીક રણમાં ફસાયેલા કંકાવટીના બે યુવાનોને નિમકનગરના લોકોએ આપ્યું નવજીવન
હળવદ તાલુકાને ટી.બી. મુક્તિ કરવા અભિયાન: ગામડે-ગામડે કરશે મફતમાં ટી.બી.નું નિદાન કરાશે
SHARE
હળવદ તાલુકાને ટી.બી. મુક્તિ કરવા અભિયાન: ગામડે-ગામડે કરશે મફતમાં ટી.બી.નું નિદાન કરાશે
ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં તા ૭ થી “ટી.બી. હારેગા, દેશ જીતેગા” કાર્યક્ર્મ શરૂ કરવામાં આવશે અને એક્સરે વાન ગામડે ગામડે જઈને લોકોના એકસરે મફતમાં કાઢી આપીને રોગનું નિદાન કરવામાં આવશે
હળવદ પંથકમાં ટીબીના કેસ શોધી કાઢીને દર્દીઓનો સમયસર ઈલાજ કરવામાં આવે તેના માટે તા ૭ થી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવશે અને તેના માટે જરૂરી એક્સરે વાનનું આગમન થઈ ગયું છે આ એક્સરે વાન હળવદ તાલુકાના ગામે-ગામ જઈને લોકોને વિનામૂલ્યે એક્સરે કાઢી આપશે અને ટીબી અંગે નિદાન કરીને જો કોઈને ટીબી હોય તો તેની તાત્કાલિક સારવાર કરવામાં આવશે જો કોઈને ટીબીના લક્ષણ હોય તો તેને ૧૫ દિવસથી વધુ ખાંસી, કફ, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણ દેખાય છે આવા લોકોને એક્સરે વાનનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, જિલ્લા ક્ષય અધિકારી ડો. કમલેશ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિન ભટ્ટી, તાલુકા ટીબી સુપરવાઇઝર રાજેન્દ્રભાઈ માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવશે