વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના નિવૃત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા કુષ્ઠયજ્ઞ સહયોગ માટે કરોડોનું દાન એકત્ર  કર્યું


SHARE













મોરબીના નિવૃત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા કુષ્ઠયજ્ઞ સહયોગ માટે કરોડોનું દાન એકત્ર  કર્યું 

હિંમતનગર રાજેન્દ્ર ચોકડી પાસે આવેલ કુષ્ઠયજ્ઞ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે,જ્યાં 1200 જેટલા રક્તપિત્ત ગ્રસ્ત,દિવ્યાંગમેન્ટલી ચેલેન્જ,પોતાના કુટુંબીજનોએ તરછોડી દીધેલ દરિદ્રનારાયણોની સેવા સુસુશ્રા કરવામાં આવે છેલાલન,પાલન અને પોષણ થઈ રહ્યું છે,સુરેશભાઈ સોની અને ઈન્દીરાબેન સોની સાંપ્રત સમયના સંત દેવીદાસ અને અમરમાં બનીને સેવાની સુગંધ પ્રસરાવી રહ્યા છે સહયોગ કુષ્ઠયજ્ઞના આર્થિક સહયોગ માટે મોરબીના શિક્ષક ચંદુભાઈ દલસાણિયાએ આજથી આશરે અઢાર વિષ વર્ષ પહેલાં બીડું ઝડપ્યું,લોકો પાસે જાય કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રષ્ટની વાત કરે અને ફૂલ નહિં તો ફૂલની પાંખડી રૂપે ધનરાશી મેળવી મનીઓર્ડર બેંક મારફત ધનરાશીની પ્રસાદી મોકલી આપે,ચંદુભાઈ દલસાણીયા નિવૃત બાદ પ્રવૃત રહી 65 વર્ષે પણ લોકો વચ્ચે સારા માઠા પ્રસંગે પહોંચી જાય અને કુષ્ઠયજ્ઞ સહયોગ માટે સહયોગ માંગે,મોરબીના ઉદ્યોગકારો પહોંચી જાય અને દરિદ્રનારયણો માટે માંગતા ક્યારેય શરમ કે ક્ષોભ નથી અનુભવ્યો અને અત્યાર સુધી બે કરોડ અને અગિયાર લાખ જેટલી ધનરાશી એકત્ર કરી અને કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રષ્ટમાં મોકલી આપેલ છેચંદુભાઈની આ સેવાયજ્ઞ અવિરત ચાલુ જ છે,તાજેતરમાં જ ભાનુમતીબેન ડાયાલાલ સોલંકી પાસેથી રૂપિયા પાંચ લાખ એમના સ્વ.બહેન મંજુલાબેન સોલંકી અને સાત અન્ય સ્વર્ગવાસીના સ્મરણાર્થે રૂપિયા એમ કુલ સાત લાખનું દાન ચંદુભાઈ દલસાણીયાએ મેળવીને કુષ્ઠયજ્ઞ ટ્રષ્ટમાં મોકલ્યું છે રક્તપિત્ત ક્ષેત્રે સમગ્ર દેશમાં સુંદર સેવાકીય પ્રવૃત્તિ બદલ આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રષ્ટને એવોર્ડ અર્પણ કરવામાં આવશે.






Latest News