મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના શિશુમંદિર શાળાના વિદ્યાર્થીઓના હસ્તલિખિત અંકોનું વિમોચન કરાયુ


SHARE









મોરબીના શિશુમંદિર શાળાના વિદ્યાર્થીઓના હસ્તલિખિત અંકોનું વિમોચન કરાયુ

થોડા સમય પહેલા શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબી દ્વારા સ્વાધીનતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ 'હમ કરે રાષ્ટ્ર આરાધન' કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ થયો હતો.વિદ્યાર્થીઓ અખૂટ શકિતનો ભંડાર છે જો આ શકિતઓને યોગ્ય દિશામાં વહેવા દેવામાં આવે તો શ્રેષ્ઠ માનવ અને સુખી સમાજનું નિર્માણ થઈ શકે.શિક્ષણમાં અનેક પ્રયોગો-કાર્યક્રમો થકી આપણે આ શકિતઓને ઉજાગર કરી રચનાત્મક તથા સર્જનાત્મક કાર્યોમાં કાર્યરત રાખીએ છીએ.છેલ્લા થોડા સમયથી કક્ષા ૬ તથા કક્ષા ૮ ના વિદ્યાર્થીઓ હસ્તલિખિત અંક તૈયાર કરી રહ્યા હતા.ખૂબ અધ્યયન-ચર્ચા કરી વિદ્યાર્થીઓએ ભારતીય પ્રાચીન વિદ્યાઓ, ભારતીય પ્રાચીન વિદ્યાપીઠો, ગણિત-વિજ્ઞાનમાં પ્રાચીન ભારતનું યોગદાન, મનોહર કહાનિયા, ચલો ચલે કહાનીયો કી દુનિયા મેં અને નિરામય જીવન જેવા હસ્તલિખિત અંકો તૈયાર કર્યા હતા જે ગ્રંથ સ્વરૂપે બનાવી તેનું વિમોચન માટે કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જે ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો હતો.આ કાર્યક્રમમાં વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ, વાલી, આચાર્યો વગરે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રંથ વિમોચનમાં જોડાયા હતા.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.




Latest News