મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નીલકંઠ વિદ્યાલય ખાતે આગામી રવિવારે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ


SHARE









મોરબી નીલકંઠ વિદ્યાલય ખાતે આગામી રવિવારે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આગમી રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી નીલકંઠ સ્કૂલના ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.આગામી તારીખ ૧૭ ને રવિવારના રોજ સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી નિલકંઠ સ્કૂલ રવાપર રોડ ખાતે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ કે જેઓને આ પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે અને સાથોસાથ સમાજસેવાની ભાવના પણ વિકસે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલું છે.નીલકંઠ સ્કુલ પરિવાર દ્વારા સમયાંતરે દેશભક્તિના કાર્યક્રમો અને અન્ય સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને સમાજ ઉપયોગી બનાવવા પ્રયાસ કરવામાં આવતો હોય છે.જે અંતર્ગત આગામી તારીખ ૧૭ ને રવિવારના રોજ શાળાના ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હોય તેમાં સહભાગી થવા જાહેર અપીલ કરવામાં આવેલી છે.સંસ્થાના જીતુભાઈ વડસોલા (મો.૯૬૦૧૫ ૯૯૧૧૧) અને નવનીતભાઈ કાસુન્દ્રા (મો.૯૭૨૭૪ ૭૩૭૦૩) દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.




Latest News