મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

પાણીનો પોકાર: મોરબીના વનાળિયા ગામે અધિકારીઓની બેદરકારીના લીધે પાણી નહીં પહોચતા બોરના ખારા પાણી પીવા ગ્રામજનો મજબૂર


SHARE







પાણીનો પોકાર: મોરબીના વનાળિયા ગામે અધિકારીઓની બેદરકારીના લીધે પાણી નહીં પહોચતા બોરના ખારા પાણી પીવા ગ્રામજનો મજબૂર

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર પાણીના પોકાર ઉઠયા લાગે છે ત્યારે જો વાત કરીએ તો મોરબી તાલુકાના વનાળિયા ગામની તો આ ગામે છેલ્લા પંદર દિવસથી લોકોના ઘરે પાણીનું એક ટીપું આવ્યું નથી જેથી લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી અને લાઈન તૂટી ગઈ છે, લાઇનનું રીપેરીંગ કામ ચાલુ છે વિગેરે વિગેરે સરકારી જવાબ મળતા હોય છે પરંતુ પાણી લોકોના ઘર સુધી પહોંચે તેના માટે નક્કર કામગીરી આજ સુધી કરવામાં આવી નથી તે હક્કિત છે

ઉનાળામાં લોકોને પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે ત્યારે લોકોને પીવાનું અને ઘર વપરાશ માટેનું પાણી નિયમિત રીતે મળી રહે તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાની હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓની અણ આવડત કે પછી બેદરકારીને કારણે લોકોને પાણી માટે હેરાન થવું પડતું હોય તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે જો વાત કરીએ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને પાણી પૂરું પાડતા મચ્છુ-૨ ડેમની તો આજની તારીખે આ ડેમમાં પાણીનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે તેમ છતાં પણ અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે લોકોને પાણી નથી મળતું તે હક્કિત છે

મોરબી નજીકના વનાળિયા ગામની વાત કરીએ તો આ ગામમાં ત્રણ હજાર જેટલી લોકોની વસ્તી છે અને તે ઉપરાંત માલઢોર પણ મોટા પ્રમાણમાં છે તો પણ લોકો અને માલઢોરને નિયમિત રીતે પાણી મળે તેના માટેની વ્યવસ્થા જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવેલ નથી અને છેલ્લા પંદર દિવસથી પાણી ન મળતું હોવાથી લોકો તેમજ માલઢોર ખારું પાણી પીવા માટે આપવું પડે છે અને ઘર વપરાશમાં પણ બોરના ખારા પાણીનો ઉપયોગ કરવો પડે છે છેલ્લા પંદર દિવસથી પાણી આપવા માટે વારંવાર ગામના લોકો દ્વારા સરપંચ અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ નિયમિત રીતે પાણી મળતું નથી

દરમિયાન ગામના સરપંચ આમદભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દસ પંદર દિવસથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે પથરવામાં આવેલ પાણીની લાઈનને ચેક કરવામાં આવી રહી છે જો કે, ફોલ્ટ મળી રહ્યો નથી અને આ લાઇન ૩૦ વર્ષ કરતાં વધુ જૂની હોવાથી ગામ માટે નવી પાણીની લાઇન આપવામાં આવે તેવી પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે જો કે, હજુ પણ પાણી માટેનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે ગામના લોકોને નિયમિત રીતે પાણી કયારે આપવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે






Latest News