મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી-મહાવીર જયંતીના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા


SHARE













મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી-મહાવીર જયંતીના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા

મોરબીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી રેલીનું સ્વાગત કરી ડૉ. બાબાસાહેબ આબેકડરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા આદરણીયા આંબેડકર સાહેબની જન્મજયંતી પ્રસંગે સમસ્ત દલિત સમાજ અને નગરપાલિકા દ્વારા રેલીનું આયોજન કરીને બાબાસાહેબની ગરીમા વધારી છે. દેશના બંધારણ થકી સમગ્ર વિશ્વમાં આપણે નામના અપાવી છે તે બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં આજના પ્રસંગે કોટી-કોટી વંદન કરીએ છીએ. ત્યારે પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી સુરેશભાઇ દેસાઇ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આજે મોરબીમાં મહાવીર જયંતી નિમિતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં પણ મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહભાગી થયા હતા.








Latest News