મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલમાં ડોકટર નથી કરો ગાંધીનગર ફરીયાદઃ સુપ્રિટેન્ડન્ટનો દર્દીના પરિવારજનને જવાબ !?


SHARE









(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાની વાંકાનેર સિવિલ હાલમાં માંદગીના બિછાને હોય તેવો ઘાટ સર્જાયો છે કેમ કે, ડોકટર ન હોવાથી દર્દીઓ અને તેના પરિવારજનોને હેરાન થવુ પડે છે અને જો દર્દીના પરિવારજ ડોકટરની વ્યવસ્થા માટે સુપ્રિટેન્ડન્ટ સાથે ફોન ઉપર વાત કરે તો એવો જવાબ આપવામાં આવે છે કે, "અમે ઉપર જાણ કરી દીધી છે તમે વાંકાનેર સિવિલમાં ડોકટર નથી તેવી ગાંધીનગર ફરિયાદ કરો" જેથી દર્દીઓને નાછુટકે પ્રાઇવેટમાં કે પછી રાજકોટ લઇ જવા પડે છે

ગુજરાતમાં દર વર્ષે આરોગ્ય ની સેવાઓ વધારવા માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે પરંતુ આરોગ્યની સાધનસામગ્રીનો ઉપયોગ કરીને દર્દીઓની સેવા કરી શકે તે માટે લઈને હોસ્પિટલમાં ડોક્ટર અથવા તો મેડિકલ સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓ અને દર્દીના પરિવારજનો હાલાકીનો સામનો કરતા હોય છે આવો જ ઘાટ મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પોતાના પરિવારજનને સારવાર માટે લઈને આવે છે પરંતુ ત્યાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાને કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી અને ઘણી વખત દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડે અથવા તો તેને રાજકોટ સારવાર માટે ખસેડવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે

વાંકાનેરમાં રહેતા એક વ્યક્તિના પત્નીને ઊલટીઓ થતી હોવાથી તેને સારવાર માટે તે સિવિલે લઈને ગયા હતા જોકે ફરજ પર કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેઓએ વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હરપાલસિંહ પરમાર સાથે ફોન પર વાત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે ઉપર લેખિત જાણ કરી દીધી છે કે વાંકાનેર હોસ્પિટલમાં ડોક્ટર નથી અહીંયા ત્રણ ડોક્ટર મુકવામાં આવેલ છે જેમાંથી એક રજા ઉપર છે, એકના લગ્ન છે અને એકે ગઇકાલે નોકરી કરી લીધી છે તમે રાજકોટ અને ગાંધીનગર ફરીયાદ કરો તેવુ કહ્યુ હતુ અને દર્દીના પરિવારજને સુપ્રિટેન્ડન્ટને કરેલ ફોનનો ઓડિયો હાલમાં સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે




Latest News