મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા  ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ


SHARE









વાંકાનેરમાં માંધાતા  ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ૨૧ દીકરીઓના એક જ માંડવે લગ્ન કરવામાં આવશે જેના માટેના ફોર્મ ભરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે અને આગામી તા.૫/૫ સુધી ફોર્મ સ્વીકારવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે અને વહેલા તે પહેલાના ધોરણે જેના ફોર્મ પહેલા આવેલા હશે તેના સ્વીકારી લેવામાં આવશે

વાંકાનેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્ન આગામી તા.૨૧/૫ ને શનિવારના રોજ વૈશાખ વદ છઠના રોજ ભગવાન માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ મેદાનમાં જાલી બસ સ્ટેન્ડ પાસે યોજાવાના છે જેના માટે તેને હાલમાં વાર કન્યાના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે અને તા. ૧૭/૪ થી લઈને તા ૫/૫ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ફોર્મ ભરવા માટે લગ્નગ્રંથીએ જોડાનાર યુવક-યુવતીના જન્મના જરૂરી આધાર પુરાવા, સરનામાં તેમજ તેઓની ઓળખના પૂરાવા સહિતની વિગતો સાથે ફોર્મ સાથે રજુ કરવાની રહેશે તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે જેમાં ખાસ કરીને વર અને કન્યા પક્ષ તરફથી લગ્ન સમૂહ લગ્નમાં જોડાવા માટે વાર અને કન્યા બંને પક્ષેથી ૧૧-૧૧ હજાર રૂપિયાની ફી નક્કી કરવામાં આવે છે અને કોઇ કારણોસર કોઈ યુગલના લગ્ન મોકૂફ રાખવાના થાય તો તેની ફીને ટ્રસ્ટમાં દાન તરીકે સ્વીકારવામાં આવશે તે પરત આપવામાં આવશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તેની સાથોસાથ સમૂહલગ્નમાં જોડાનાર કન્યા પક્ષ તરફથી જ્ઞાતિના રિવાજ વગર કોઈપણ જાતની લેતી દેતી કરવાની નથી અને ચાંદલો કેહાથગરણા  કરવાની મનાઈ છે અને સમયસર લગ્ન વિધિ સંપન્ન થાય તે માટે સમૂહલગ્નમાં જોડાનાર દરેક પરિવારે ફટાકડા કે બેન્ડવાજા વગર સમૂહ લગ્નના સ્થળ સુધી સમયસર પહોંચી જવાનું રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીગ્નેશબેન મેર, રતિલાલભાઈ અણીયારીયા, ગંભીરભાઈ નાકીયા, ભગવાનજીભાઈ મેર, રમેશભાઈ ગણોદીયા, હસમુખભાઈ ભૂસંડીયા, શામજીભાઈ માંડાણી, ભરતભાઈ ડાભી, હનાભાઈ ડાભીમ વેરશીભાઈ માલકીયા, દેવશીભાઇ સાપરા અને હેમંતભાઈ ધરજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી રહી છે




Latest News