મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા આગામી રવિવારથી સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE













મોરબીના જલારામ મંદિરે મહિલા મંડળ દ્વારા આગામી રવિવારથી સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

બાળવિદુષી રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમના વ્યાસાસને યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આગામી તા.૨૪-૪ ને રવિવાર ચૈત્ર વદ નોમથી તા.૩૦-૪ શનિવાર ચૈત્ર વદ અમાસ દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવામા આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરી બેન ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ બિરાજમાન થશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા-૨૪-૪ ને રવિવાર ચૈત્ર વદ નોમના રોજ શ્રી દરિયાલાલ મંદીર બજાર લાઈન નગર દરવાજા પાસેથી સાંજે ૪ કલાકે પ્રસ્થાન થશે.પોથીયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પોથીજીની પધારમણી થશે તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થશે.      

શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવજી મહારાજનુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજાનો મોક્ષ સહીતના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામા આવશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે. તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિકો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે સ્વ. શોભનાબેન હસમુખરાય પંડિત પરિવાર, જયંતિભાઈ વિરચંદભાઈ પોપટ પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, રમેશભાઈ મણીલાલભાઈ બુધ્ધદેવ પરિવાર, સ્વ.નરશીદાસ દેવકરણભાઈ સોમૈયા પરિવાર, કિર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢી પરિવાર, નરશીભાઈ મોતીભાઈ આહ્યા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, ધર્મેશભાઈ શાંતિલાલ દક્ષિણી પરિવાર, સ્વ.હીરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ. ગોવિંદભાઈ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ પરિવાર, અતુલભાઈ મહેન્દ્રભાઈ કાનાબાર પરિવાર બિરાજમાન થશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ.રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારોના સહયોગથી યોજાશે.શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રામા પધારવા, શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે. તેમજ વધુ માહિતી માટે શ્રી જલારામ મંદિર-મોરબીના ગીરીશભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦૮૨૪૬૮) તથા અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬) નો સંપર્ક કરવો તેમ નિર્મિતભાઇ કક્કડે યાદીમા જણાવ્યુ છે.








Latest News