મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કાર રિપેર કરીને જ પરત દેવાઇ તેમ કહેતા પરિવાર ઉપર પાઇપ ધારિયા તલવાર વડે હુમલો


SHARE

















મોરબીમાં કાર રિપેર કરીને જ પરત દેવાઇ તેમ કહેતા પરિવાર ઉપર પાઇપ ધારિયા તલવાર વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રાત્રી દરમિયાન તલવાર, ધારિયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે મારામારી કરવામાં આવી હતી જેમાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં ભોગ બનનાર પરિવારના સભ્ય દ્વારા હાલમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી વીશીપરા સ્વીડ ફાર્મ સરકારી વાડી વિસ્તાર પાસે રહેતા અને ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરતા હુશેનભાઇ ભચુભાઇ ભટ્ટી જાતે મિંયાણા (ઉ.વ.૫૧) એ મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકે તે વિસ્તારમાં જ રહેતા હાજીભાઇ ઇશાભાઇ સમા જાતે મિંયાણા, સદામ હાજીભાઇ સમા જાતે મિંયાણા, અનવર હાજીભાઇ સમા જાતે મિયાણા, હાજીભાઇનો ત્રીજા નંબરનો સૌથી નાનો જમાઇ કાદર રહે.માળીયા મિંયાણા વાળો તેમજ રોશનબેન હાજીભાઇ સમા સામે ફરીયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતુ તેમના મિત્ર પાસેથી છએક માસ પહેલા હાજી ઇશા સમાએ કાર રાખી હતી જે ચલાવતા ખરાબ થઇ ગયેલ હોય તે કારને પરત આપી દેવાનું કહેતા હોય ફરીયાદી હુશેનભાઇએ બંધ કારવે રીપેર કરી ચાલુ કર્યા બાદ જ પરત અપાય તેમ કહેતા તે વાતની હાજીભાઇએ ના પાડીને ઝઘડો તકરાર શરૂ કર્યો હતો અને બાદમાં ઉપરોકત ચારેય હુમલાખોરોએ પાઇપ, ધારીયા અને તલવાર વડે હુશેનભાઇના પરીવારના સાહેદ ઇમોત હુશેન ભટ્ટી (૨૦), ઇસ્માઇલ લાખા સામતાણી (૬૦), હાજી તૈયબ માણેક (૧૫) અને હમીદાબેન ફિરોઝ સામતાણી (૨૧) ને માર મારી ઇજાઓ કરી હતી તેમજ સાહેદ ઇસ્માઇલભાઇ લાખાભાઇને જમણા હાથે ફેકચર જેવી ગંભીર ઇજા કરી ગાળો આપી હતી અને બાદમાં ફરીયાદી હુશેનભાઇ થોડો વખત પછી ઇજાગ્રસ્તોને દવાખાને લઇ જતા હતા ત્યારે રોશનબેન હાજીભાઇએ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હાલ બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતાએ હુસેનભાઇ ભટ્ટીની ફરિયાદ ઉપરથી ઉપરોક્ત પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરા પાછળ આવેલ શાંતીવન સોસાયટીમાં રહેતા અલ્લારખ્ખા અયુબભાઈ નામના ૩૦ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં વી.ડી.મેતાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના નવલખી ફાટક પાસેની સેન્ટ મેરી સ્કૂલ પાસે મફતપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં રમેશભાઈ સવજીભાઈ પીપળીયા નામના ૨૯ વર્ષીય માધાપર વિસ્તારમાં રહેતા યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જેથી બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર વશરામભાઇ મેતાએ નોંધ કરીને મારામારીના કારણ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News