મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા


SHARE













મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે આયોજીત શ્રી રામકથામાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર માઁ કનકેશ્વરીજીના હસ્તે કથા દરમ્યાન ત્રણ સહીદોના પરિવારોને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે એક-એક લાખના ચેક આપવામાં આવ્યા હતા.જેમા શહીદ રઘુભાઇ રૈયાભાઈ (ચોટીલા), શહીદ ભગવાનભાઇ ડાભી (રામપરા-વઢવાણ) અને શહીદ કરણસિંહ ધીરૂભા ડાભી (મૂળી) ના પરિવારજનોને 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા ૧-૧ લાખના ચેક આપીને આપવામાં આવ્યા હતા.








Latest News