મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરાશે


SHARE













મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરાશે

આગામી તા.૨૧ એપ્રિલ એટવે કે ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરાશે. "બ્રહ્માંન્ડ એ બધું છે જે આપણી આસપાસ છે" ખગોળીયપ્રશ્નોતરી સ્પર્ધામાં ભાદયગ લેવા માટે ધર બેઠાં વિડીયો બનાવી મોકલી આપવા જણાવવામા આવેલ છેે

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં તા.૨૧ એપ્રિલ ખગોળશાસ્ત્ર દિવસનાં અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.ખગોળશાસ્ત્ર (Astronomy) એ પૃથ્વી અને તેનાં વાયુમંડળની બહારની એટલે કે અંતરિક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે.ભારતની પ્રાચીન વિધાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પધ્ધતિસર અને ઉંડો અભ્યાસ કરાવવામાં આવતો.ગ્રહો અને તેની ગતી અને નક્ષત્રો અને અવકાશી ગ્રહો પરથી ગણતરી ઉપરથી ખગોળને લગતી માહીતી એકત્ર કરવામાં આવતી.ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી "આર્યભટ્ટે" સૌ પ્રથમ પ્રતિપાદીત કર્યુ કે "પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે વિદ્વાનો આને અજરભર કહેતાં. ખગોળવિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે.તેથી જ ભારતનાં પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યુ હતું.ખગોળશાસ્ત્ર દિવસે કેટેગરી મુજબ આપેલ પ્રશ્નોનાં જવાબનો વિડીયો બનાવી ભાગ લઈ શકાશે.જેમા કેટેગરી-૧ ધો.૧ થી ૪ માટે પ્રશ્ન:-દુરબીન એટલે શું ? રાત્રે આકાશમાં શું શું જોવાં મળે છે.કેટેગરી-૨ ધો.૫ થી ૮ માટે પ્રશ્ન આકાશ દર્શન એટલે શું ? ગ્રહ ઉપગ્રહ એટલે શું ? કેટેગરી-૩ ધો.૯ થી ૧૨ માટે પ્રશ્ન સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ સમજાવો.ધૂમકેતુ અને ખરતો તારો એટલે શું ?તેમજ કેટેગરી-૪ કોલેજ કક્ષાના વિધાર્થીઑ, શિક્ષકમિત્રો તથા વાલી માટે પ્રશ્ન ખગોળશાસ્ત્ર અને ખગોળવિધા એટલે શું ? વૈદિકવિધા અને શલ્યચિકીત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. સ્પર્ધકોએ કેટેગરી મુજબ ઉપરોક્ત પ્રશ્નનો જવાબનો વિડીયો બનાવીને તા.૨૧ ના રાતના નવ વાગ્યા પહેલા એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાનો રહેશે.




Latest News