મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

દિકરી વ્હાલનો દરીયો : હળવદના શિક્ષક દંપતિએ દીકરીના જન્મદિવસે શાળાને ૧.૭૫ લાખના ચાર સ્માર્ટ ટીવી ભેટમાં આપ્યા


SHARE









દિકરી વ્હાલનો દરીયો : હળવદના શિક્ષક દંપતિએ દીકરીના જન્મદિવસે શાળાને ૧.૭૫ લાખના ચાર સ્માર્ટ ટીવી ભેટમાં આપ્યા

હળવદના રાયધ્રા ગામે નોકરી કરતા શિક્ષક દંપતીએ પોતાની દીકરીના જન્મદિવસને લઈને પોતાની શાળામાં અંદાજે રૂા.૧.૭૫ લાખની કિંમતના ચાર સ્માર્ટ એલઇડી ટીવી તેમજ શૈક્ષણીક સોફટવેર ભેટ સ્વરૂપે આપ્યા હતા. દુનિયાનું સૌથી મોટું કોઈ દાન હોય તો એ છે કન્યાદાન અને ત્યારબાદ આવે છે ગૌ દાન તે રીતે જ જ્ઞાન દાનનું પણ ખૂબ મહત્વ રહેલુ છે અને તે માટે જ આજના ટેક્નિકલ યુગમાં ગામડાના બાળકો પણ ટેકનિકલ જમાનામાં તાલ મિલાવીને આગળ વધી શકે તે હેતુથી હળવદની રાયધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીએ પોતાની દીકરીના જન્મદિવસ નિમિત્તે પોતાની શાળાને રૂપિયા પોણા બે લાખની કિંમતના ચાર સ્માર્ટ ઍલીડી ટીવી તથા શૈક્ષણીક સોફ્ટવેર કીટ સાથે સ્માર્ટ અભ્યાસ રૂમ ભેટમાં આપ્યા હતા.

આજના આ ટેક્નિકલ યુગમાં પૈસાદાર લોકોના બાળકોમાં જ ટેક્નોલોજીયુકત શિક્ષણ મળતું હોય છે એવા સમયે હળવદના રાયધ્રા ગામે સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષક દંપતી જીગરભાઈ વરમોરા અને એમના ધર્મપત્ની સુધાબેને તેમના દિકરી કાયરાના જન્મદિવસ નિમિતે ઉપરોકત ઉમદા કાર્ય કર્યુ હતુ.તેમની ગરીબ બાળકો પ્રત્યેની લાગણી જોઈને તેમને ધન્યવાદ આપવાનું મન થાય તેવું કામ તેઓએ કર્યું છે તેમની સાથે વાત કરતા જીગરભાઇએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા ધોરણ ૭-૮ માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટથી શિક્ષણ અપાય છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે બસ આ જ વિચારથી પ્રેરાઇને તેઓએ આ નિર્યણ કર્યો હતો અને નીચેના વર્ગોમાં આ સ્માર્ટ વર્ક મળે તે માટે સ્માર્ટકલાસનું દાન આપવાનું વિચાર્યું અને શ્રી રાયધ્રા પ્રાથમિક શાળામાં વરમોરા શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત ૧.૭૫ લાખના આર્થિક સહયોગ થકી સરકારી શાળાના બાળકોને આ સ્માર્ટકલાસનો લાભ મળશે.દિકરી કાયરાને વ્હાલનો દરીયો ગણી તેના જન્મદિવસ નિમિતે તેઓએ સાર્થક ઉજવણી કરી હતી.






Latest News