મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ યુવાને કર્યો આપઘાત
વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ
SHARE









વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ
વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલિકા કચેરીએ જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી હાલમાં તેના પિતાએ દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દેવરાજભાઈ બધાભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૮) ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૬/૪/૨૦૨૨ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં તેની દીકરી તેઓના ઘરેથી પોતાની દીકરી પૂજાના જન્મના દાખલામા સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકા કચેરીએ જવા માટે નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને સંગીતાબેન ગુમ થયા હોવા અંગેની તેના પિતા દેવરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે પરિણીતાની શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે
યુવતી ગુમ
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરની સામેના ભાગમાં રહેતા ભીખાભાઇ અવચરભાઇ થરેસા જાતે કોળી (ઉ.૫૨)ની દીકરી સેજલબેન (ઉંમર ૧૯) તા. ૨૧/૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભીખાભાઈ થરેશાએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુમ શુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
