વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ
મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ટાઇલ્સના કારખાનાની અંદર રહેતી અને મજૂરી કામ કરતી પરણિતાના પ્રેમસંબંધની તેના પતિને જાણ થઇ ગઇ હતી જેથી પરિણીતાએ વતનમાં જવાનું કહ્યું હતું અને ત્યાર બાદ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઇને કારખાનાની ઓરડીમાં આપઘાત કરી લીધેલ હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ રોડ ઉપર આવેલ મિલેનિયમ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરી કામ કરતી અને ત્યાં રહેતી લક્ષ્મીબેન દોબાભાઇ બારડે જાતે આદિવાસી (ઉંમર ૨૦) એ પોતાની ઓરડીમાં પંખા વડે નાયલોનની દોરી બાંધી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ દોબાભાઇ બારડે જાતે આદિવાસી (ઉમર ૨૦) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.બી.પીઠીયા ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર મહિલાના પ્રેમસંબંધની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને પરણિતાએ વતનમાં જવા માટેની વાત કરી હતી ત્યારબાદ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અને મહિલાએ કરેલા આપઘાતથી બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે
