હળવદના રાયસંગપુરમાં ઘરે ચા બનાવતા દાઝી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના અમરનગર પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના અમરનગર ગામના પાટિયા પાસે આવેલ સિરામિકના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આપણી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના અમરનગર ગામના પાટિયા પાસે આવેલ કોજી સિરામિક નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં કામગીરી કરતો હર્ષદભાઈ રમેશભાઈ સોડાણીયા (ઉંમર ૨૨) નામનો યુવાન પોતાના રૂમની અંદર હતો ત્યારે તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આપઘાતના આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે