મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE









મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

વૈશ્વાનર વિભુ જગદગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા.૨૬ મી એપ્રિલના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો હોંશભેર ઉજવશે.શ્રી મહાપ્રભુજીએ વિશ્વને વૈષ્ણવતાની દીક્ષા આપી બ્રહ્મ સાથે સંબંધ બંધાવી જગતને શ્રીકૃષ્ણ શરણં મમઃ નો અદભુત મંત્ર આપી વિશ્વને સેવા અને સ્મરણના પુષ્ટિપંથ પર વિહરતુ કર્યુ છે.પ્રતિવર્ષની પરંપરા અનુસાર મોરબીમાં શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાંના એક મયુરપૂરી મોરબીના બેઠકજીમાં હષોલ્લાસપૂર્વક આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.તે નિમિત્તે મોરબી મહાપ્રભુજીની બેઠક માં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ વાગ્યાથી મધ્યાહન ૧ વાગ્યા સુધી થશે.જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગળાદર્શન સવારે ૭:૩૦ કલાકે, શ્રીંગાર દર્શન સવારે ૮ કલાકે, રાજભોગ દર્શન બપોરે ૧ કલાકે, તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૩ કલાકે થશે, સાંજના દર્શન ૭ કલાક સુધી થશે તેમ જણાવીને બેઠકજીના ટ્રસ્ટી અને મોરબી વૈષ્ણવ સમાજના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટે વૈષ્ણવ સમાજને મહોત્સવમાં જોડાવા અનુરોધ કરેલ છે.




Latest News